Posts

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
    ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
  ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

Khergam:ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

Image
  Khergam:ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત  તારીખ : ૨૦-૦૭-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હાજરી આપી દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા જરૂરી ચર્ચા વિચારણા કરી ત્યારબાદ વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળી તેમને મળતી અને ખૂટતી સેવા, સુવિધા અને સ્વાસ્થ્ય સારવાર અંગે તેમની સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ તેઓ  રોટરી ક્લબ, ચીખલી અને જનતા માધ્યમિક શાળા દ્વારા આયોજિત રક્તદાન શિબિર અને આરોગ્ય કેમ્પમાં હાજરી રહી સર્વે રક્તદાતાઓનો માનવીય મૂલ્યસભર સેવા આપવા બદલ હાર્દિક આભાર અભિવ્યક્ત કર્યો તથા ઉત્તમ આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતા. આજરોજ ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હાજરી આપી દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવા... Posted by  Naresh Patel  on  Friday, July 19, 2024

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
   Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રન

Muharram news: Navsari,valsad,khergam,chikhli,dharampur,pardi,gandevi

Image
 Muharram news: Navsari,valsad,khergam,chikhli,dharampur,pardi,gandevi  Courtesy: news paper 

નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું :

 નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું : નવસારીઃ મંગળવારઃ આગામી તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ (મહોરમ) કતલની રાત તથા તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મહોરમ તાજીયાનો તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન મુસ્લિમ ભાઇઓ તરફથી બંને દિવસો સહિત નવસારી શહેરમાં જુલુસ કાઢવામાં આવનાર છે. આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા જાહેર જનતાના હિત માટે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.  જાહેરનામાં મુજબ નવસારી શહેર વિસ્તારમાં તાજીયા શહાદતના દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકી થી પાંચ હાટડી અને ઇન્દિરાજીની પ્રતિમા જુનાથાણા થી પાંચ હાટડી, મોટા બજાર, ટાવર પોલીસ સ્ટેશન થઇ ખાટકીવાડ સુધીનો માર્ગ તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રે ૨૦-૦૦ કલાક થી તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મળસ્કે ૧-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તેમજ નવસારી શહેર વિસ્તારમાં તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ તાજીયા વિસર્જન દિવસે પ

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક