Posts

Showing posts from September, 2024

સાંસદ ધવલભાઈ પટેલની કામગરીને કારણે..........

Image
  સાંસદ ધવલભાઈ પટેલની કામગરીને કારણે..........  

Khergam sports: ખેરગામમાં મોન્સુન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયકોન ઈલેવન ચેમ્પિયન

Image
 Khergam sports: ખેરગામમાં મોન્સુન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયકોન ઈલેવન ચેમ્પિયન Reporter: Vijaybhai Yadav 

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.

Image
 તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ  શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ  પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ

ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો કાર્યક્રમ યોજાયો.

Image
  ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો કાર્યક્રમ યોજાયો. ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો "માં સ્વચ્છતા અંગે જાગૃતતા માટે તેમજ ખાતર બનાવવાની પદ્ધતિ વિશે જેના ફાયદા અંગેની સખી મંડળની બહેનો સાથે વાતો કરવામાં આવી ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો "માં સ્વચ્છતા અંગે જાગૃતતા માટે તેમજ ખાતર બનાવવાની પદ્ધતિ વિશે જેના ફાયદા અંગેની સખી મંડળની બહેનો સાથે વાતો કરવામાં આવી #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #SwachhGujarat -Gramin #Swachhnavsarijavabdariamaari pic.twitter.com/x7qPAWA4cD — SBM G NAVSARI (@g_navsari) September 28, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમ...

મારો અવાજ : મહાપ્રસાદ પર મહાભારત

Image
  મારો અવાજ : મહાપ્રસાદ પર મહાભારત   પત્રકાર: જીજ્ઞેશભાઈ પટેલ (ખેરગામ)  

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ખેરગામ તાલુકાની પાટી પીએમશ્રી શાળા ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 પ્રદર્શન યોજાયું.

Image
ખેરગામ તાલુકાની પાટી પીએમશ્રી શાળા ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 પ્રદર્શન યોજાયું. જેમાં પાટી સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા,વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપન વિષયમાં કૃતિ પ્રદર્શિત થઈ હતી.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Image
 Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયાનું બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિની ખરીદી કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકાર...