Posts

Showing posts from June, 2024

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Image
Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને રા

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
 Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો.

Image
 Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો. તારીખ :૨૩-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આ કાર્યક્રમ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ખાતે યોજાયો હતો.  જેમાં તોરણવેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાએ  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમજ તેમણે પાંચ વર્ષ સુધીનાં બાળદેવોને પોલિયોનાં ટીપાં પીવડાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ તો ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જે વાત સરકારશ્રી દ્વારા દેશના નાગરિકોને ધ્યાને લાવેલ  છે. તેથી આપના બાળકને દર વખતે પોલિયોના ટીંપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ 23 જુન રવિવાર પોલિયોના બે ટીપાં જીંદગી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ્્્્ Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

Image
 Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો. તારીખ : 22-06-2024નાં દિને બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી ચંપકભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો. તેમનો  જન્મ વાંસદા તાલુકાનાં વાંદરવેલા ગામે  2જી માર્ચ 1966નાં દિને થયો હતો.  તેમણે પ્રાથમિક શિક્ષણ વાંદરવેલા ગામની ઉતાર ફળિયા વર્ગ શાળામાં ધોરણ 1થી3, વાંદરવેલા મુખ્ય શાળામાં ધોરણ 4થી5, સારવણી શાળામાં ધોરણ 6થી7 અને વી.એસ.પટેલ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે માતાપિતા, શિક્ષક, કુટુંબીજનોના પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખંડુ ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપીમાંથી બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્રની પરીક્ષા વર્ષ 1985માં પાસ કરી પી.ટી.સી.ની પદવી મેળવી હતી. તેમણે તા.29-09-1986નાં દિને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, વાંસદા તાલુકાની રવાણિયા ડુંગરી ફળિયા વર્ગશાળામાં પ્રથમ નિમણૂંક મેળવી હતી. ત્યાં તેમણે 12 વર્ષ 2 માસની ફરજ બાદ બદલી થતાં તા.17-06-2000 નાં રોજ  ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિના સમય સુધી સતત 25 વર્ષ બહેજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી તેઓ નિવૃત

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ્

ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો.

Image
  ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો. ખેરગામ તાલુકાના નિવૃત્ત લાઇબ્રેરી કર્મચારી અને શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ મંડળ સુરખાઇ ખાતે સેવા આપતા શ્રી દિનેશભાઈ પટેલ મૂળ વતન ખેરગામ બાવળી ફળિયા અને હાલ ખેરગામ નગીનદાસ નગરમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરીઓ છે. જેમાં એક શિક્ષિકા (જેમના લગ્ન થયેલ છે), ઇજનેર અને એક ડોક્ટર છે. બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવનારી  ત્રણેય દીકરીઓને દિનેશભાઈ પટેલે માતા અને પિતા એમ બંનેનો પ્રેમ આપી દીકરીઓને ભણાવીને પગભર બનાવી છે. તેમને જીવનમાં થયેલ અનુભવના નિષ્કર્ષ રૂપે તેમણે તેમનો જન્મ દિવસ ધરમપુર તાલુકાની કરંજવેરી શાળાનાં દિવ્યાંગ બાળકો જોડે ઉજવ્યો હતો.  જેમાં તેમણે બાળકોને કપડાં અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આજે જન્મ દિવસની ઉજવણી પાછળ લોકો ખાસ્સો મોટો ખર્ચ કરતા હોય છે. જ્યારે દિનેશભાઈ પટેલ અને તેમની દીકરીઓએ જન્મ દિવસની ઉજવણીની વ્યાખ્યા બદલી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આદિવાસી સમાજના નબળા બાળકોને શૈક્ષણીક સહાય માટે બનેલ સંક્લ્પ એજયુકેશન ગૃપમાં પણ અવારનવાર મદદરૂપ થતા રહે છે. તે ઉપ

ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ

Image
ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભારીયા,જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,શ્રી શિવજી અને શ્રી જલારામ બાપાના સંયુક્ત મંદિરસ્થળની મુલાકાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ આજરોજ ચીખલી તાલુકાના ઘેજ ગામે નાના ડુંભારીયા, જલારામ ફળિયા ખાતે ગ્રામજનો દ્વારા નવનિર્માણ કરવામાં આવી રહેલા શ્રી રામજી,... Posted by Naresh Patel on  Wednesday, June 19, 2024

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

Image
  Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવાવા બદલ મુખ્ય મુખ્ય શિક્ષક કિરીટભાઇ એ આ