Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા. કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મ
KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધ
વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ. કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું. લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો. તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીના પ્રસંગો પણ બાકાત નથી રહ્યા. આવા પ્
Comments
Post a Comment