KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમ...
ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત આનંદ મેળો એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ , ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર ...
ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો કાર્યક્રમ યોજાયો. ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો "માં સ્વચ્છતા અંગે જાગૃતતા માટે તેમજ ખાતર બનાવવાની પદ્ધતિ વિશે જેના ફાયદા અંગેની સખી મંડળની બહેનો સાથે વાતો કરવામાં આવી ખેરગામ તાલુકાના આછવણી ગામે "સખી ટોક શો "માં સ્વચ્છતા અંગે જાગૃતતા માટે તેમજ ખાતર બનાવવાની પદ્ધતિ વિશે જેના ફાયદા અંગેની સખી મંડળની બહેનો સાથે વાતો કરવામાં આવી #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #SwachhGujarat -Gramin #Swachhnavsarijavabdariamaari pic.twitter.com/x7qPAWA4cD — SBM G NAVSARI (@g_navsari) September 28, 2024
Comments
Post a Comment