Posts

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

Image
 Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
  Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખપદે અરવિંદ પટેલ સહિતના હોદ્દેદારોની વરણી

Image
   ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખપદે અરવિંદ પટેલ સહિતના હોદ્દેદારોની વરણી

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
 Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ 

Khergam: ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

Image
           વિશ્વ આદિવાસી દિવસ’’ ખેરગામ તાલુકો  Khergam: ગણદેવીના  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી આદિવાસી સમુદાયે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં નવા આયામો સિદ્ધ કર્યા છે. -  નરેશભાઈ પટેલ  આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય ગાન સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત  (નવસારી: શુક્રવાર ): સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની મુખ્ય હરોળમાં આવી શકે તે હેતુથી યુનો (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજે તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના  અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.                      આ અવસરે  ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે સમસ્ત આદિવાસી સમાજને અભિનંદન આપ

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
    ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
  ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.