Posts

Showing posts from December, 2025

તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું.

Image
   તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. ખેરગામ, તારીખ:૧૪/૧૨/૨૦૨૫ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

Image
  ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળાના સો...