Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.
Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્...